સરસ્વતી તાલુકાના ખલીપુરમાં રૂ.1.45 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું

સરસ્વતી તાલુકાના ખલીપુરમાં રૂ.1.45 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું

સરસ્વતી તાલુકામાં આવેલ ખલીપુર ગામ ખાતે મહત્વકાંક્ષી માર્ગ પરિયોજનાનું ગતરોજ ખાતમુહૂર્ત કરાયું હતું. પાટણ-જામઠા રોડને જોડતાં ખલીપુર એપ્રોચ રોડને પહોળો કરવાની માંગ વિસ્તારના લોકો દ્વારા કરાઈ રહી હતી. જે અંતર્ગત પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રૂ. 1.45 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા જે અંતર્ગત હાલનો 3.75 મીટરનો સાંકડો રસ્તો હવે 5.50 મીટર પહોળો બનશે. આ રોડનું ખાતમુહૂર્ત ગતરોજ પાટણ ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું.આ રસ્તો પાટણ-જામઠા મુખ્ય માર્ગને જોડતો હોવાથી ખેડૂતોને તેમની પેદાશ બજાર સુધી પહોંચાડવામાં અને ઇમરજન્સી સેવાઓ માટે સમયની બચત થશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *