ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને તેણે ખૂબ જ સારી શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત પાછળ નવોદિત સેમ કોન્સ્ટાસનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. આ મેચમાં તેણે ટીમ ઈન્ડિયાના બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ દરમિયાન સેમ કોન્સ્ટાસ અને વિરાટ કોહલી એકબીજા સાથે ટકરાયા હતા. જે બાદ બંને ખેલાડીઓ એકબીજાની વચ્ચે દલીલ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે ઓસ્ટ્રેલિયન છાવણી વિરાટ કોહલીથી નારાજ જોવા મળી હતી. તેમણે આ મુદ્દે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે.
"Have a look where Virat walks. Virat's walked one whole pitch over to his right and instigated that confrontation. No doubt in my mind whatsoever."
– Ricky Ponting #AUSvIND pic.twitter.com/zm4rjG4X9A
— 7Cricket (@7Cricket) December 26, 2024
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટારની પત્ની અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ખેલાડી એલિસા હીલીએ આ મુદ્દે કહ્યું કે આ એક મુશ્કેલ કામ છે. કદાચ અન્ય કંઈપણ કરતાં વધુ નિરાશાજનક એ છે કે તમારો અનુભવી ખેલાડી, જે દેશના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે, તે સ્લેજ કરવા માટે વિરોધી ટીમના સૌથી યુવા ખેલાડીને પસંદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ખરેખર તમારી ટીમ માટે શ્રેષ્ઠ ટોન સેટ કરતું નથી. પરંતુ જો ભારતીય ટીમ આ રીતે રમવા માંગે છે, તો તે બની શકે.