છાપી પંથકમાં નશાયુક્ત સિગારેટના વેચાણ નો પર્દાફાશ; આરોપીની અટકાયત

છાપી પંથકમાં નશાયુક્ત સિગારેટના વેચાણ નો પર્દાફાશ; આરોપીની અટકાયત

છાપી પોલીસે NDPS હેઠળ ગુનોનોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી; વડગામ ના મજાદર પાસે થી એક શખસ ગાંજા યુક્ત સિગારેટનું વેચાણ તેમજ નશો કરતો હોવાની બાતમી આધારે શખ્સ ને છાપી પોલીસે શુક્રવારે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વડગામ ના નરાસળની સીમમાં મજાદર ગામનો એક શખ્સ ગાંજો તેમજ નશાયુક્ત સિગારેટ નું વેચાણ તેમજ નશો કરતો હોવાની બાતમી મળતા છાપી પીઆઇ એચ.આર. વાઘેલા, પોકો સુરેશભાઈ સહિતની ટીમે બાતમી વાળી જગ્યા એ પંચો સાથે રેડ કરી શખ્સ ને ઝડપી પાડી અંગજડતી કરતા ગાંજો તેમજ નશાયુક્ત સિગારેટ અને ચલમ મળી આવતા પોલીસે યુસુફ યાસીન નાંદોલિયા રહે.મજાદર ની અટકાયત કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન છાપી પંથક માં છેલ્લા ઘણા સમય થી નશાયુક્ત સિગારેટ નું વેચાણ થતું હોવાની પણ રાવ ઉઠવા પામી છે.

છાપી પંથકના યુવાઓ નશાખોરીના રવાડે; વડગામ તાલુકાના છાપી હાઇવે સહિત ના પંથક માં મોડી રાત્રે નશાયુક્ત સિગારેટનું વેચાણ થતું હોવાની રાવ ઉઠવા પામી છે નશાયુક્ત સિગારેટ ના કારણે મોડી રાત્રે યુવાધન સિગારેટના દમ મારતા હોવા સાથે નશાના રવાડે ચઢ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *