સાબરકાંઠા SOGએ 25 કિલો વિસ્ફોટક સામગ્રી સાથે એકને ઝડપ્યો : રૂ.53,592નો મુદ્દામાલ જપ્ત કરાયો

સાબરકાંઠા SOGએ 25 કિલો વિસ્ફોટક સામગ્રી સાથે એકને ઝડપ્યો : રૂ.53,592નો મુદ્દામાલ જપ્ત કરાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દેશોતર ચાર રસ્તેથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક શખ્સને 25 કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ 53,592 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ હિતેશ પ્રતાપજી બેચરજી ઠાકરડા (ઉં.વ. 22, રહે. રાઓલ, તા. ઇડર) છે. તેની પાસેથી 25 કિલો નાઇટ્રેટ મિક્સર, 9 ટોટા, 12 ડિટોનેટર કેપ અને વાયર સહિતની વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

સાબરકાંઠા SOG ના PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI કે.યુ. ચૌધરી, પી.એમ. ઝાલા અને તેમની ટીમ ATS ચાર્ટરની કામગીરી અંતર્ગત જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન અનિરુદ્ધસિંહ અને સુશીલકુમારને બાતમી મળી હતી કે, એક ઇસમ મોટરસાયકલ (રજી. નં. GJ 09 DJ 7634) પર ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી લઈને દેશોતર ચોકડીથી ઇલોલ તરફ જવાનો છે.

આ બાતમીના આધારે SOG ટીમે દેશોતર ચાર રસ્તે તપાસ ગોઠવી હતી અને શંકાસ્પદ મોટરસાયકલને રોકી તપાસ કરતા વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આરોપી વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ 1984 ની કલમ 9(B) અને 1(B) હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *