સાબરકાંઠા; એસઓજી એ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

સાબરકાંઠા; એસઓજી એ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં એસઓજી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રહેડા છાવણી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. એસઓજી PI ડી.જે.સાકરીયાના જણાવ્યા મુજબ, ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રહેડા છાવણી ગામમાં રામદેવપુર મંદિરની પાછળ રહેતા કુવરાભાઇ મેઘાભાઈ વણઝારાના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને 3.797 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત રૂ. 37,970 આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. વડાલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કુવરાભાઈ વણઝારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *