સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સ્કોર્પિયો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપુર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક કૃણાલ ગોપાલદાસ તેજવાણી સ્કૂલેથી પરત ફરી રહ્યા હતા. રાજપુર ગામના પાટિયા પાસે સ્ટેટ હાઇવે પર 5:30 વાગ્યે તેમની સ્કોર્પિયો ગાડીમાં અચાનક આગ લાગી. કૃણાલે તરત જ સમયસૂચકતા વાપરીને ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ઘટનાની જાણ થતાં હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
- July 24, 2025
0
390
Less than a minute
You can share this post!
editor

