ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા રહે છે. શામળાજી પોલીસે મોટી સફળતા મેળવી છે. શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકની તપાસ કરતાં તેની બંધ બોડીમાં એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી પોલીસને 11,664 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે 16.69 લાખ રૂપિયા છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. શામળાજી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પાસેથી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

- April 11, 2025
0
470
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next