પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મીથીલાબિહારીદાસજી મહારાજના સાનિધ્યમાં ગંગા માની વાડી, સંત શ્રી મીથીલાબિહારીદાસજી મહારાજ આશ્રમ જુનાડીસામાં શ્રી રામકથા સપ્તાહ તેમજ ગુરુ પૂજનનું ઉમદા આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન આંતરરાષ્ટ્રીય કથાકાર (રૈયા- દિયોદર) વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા રામકથાનું શ્રધ્ધાળુ ભાઈ બહેનોને સરળ ભાષામાં ઉદાહરણો સાથે રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આજે શુક્રવારે રામકથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ કથા શ્રવણનો લ્હાવો લીધો હતો.આયોજકો દ્વારા કથાનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભાઈ બહેનોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- July 4, 2025
0
242
Less than a minute
You can share this post!
editor

