રોટરી કલબ ડીસા ડીવાઇન દ્વારા તા.૧-૭-૨૫ ના રોજ આશાકીરણ સ્કુલનું રી-ઓપનીંગ રોટરી ઝોન ૧૨ ના આસીસ્ટન ગવર્નર રોટે.ડો.પ્રવિણ ઠકકર દ્વારા કરવામાં આવ્યુ.આ પ્રસંગે રોટરી કલબ ડીવાઇનના પ્રેસિડન્ટ રોટે. ડો. અવની ઠકકરે જણાવ્યુ કે વિચરતી જાતીના લોકો કોઇ શહેરમા સ્થીર રોકાતા ન હોવાથી એમના બાળકો શિક્ષણથી વંચીત રહી જતા હોય છે. રોટરી કલબ ડીવાઇન દ્વારા ૪ વર્ષ થી “ આશા કીરણ “ સ્કુલ પ્રોજેકટ ચલાવવામા આવે છે. જેમાં આવા બાળકોને ફ્રી શિક્ષણ આપી વાંચતા લખતા શીખવાડવામા આવે છે. તેમજ એમના વાલીઓએ એક જ ગામમા રહીને રોજગારી મેળવવી જોઇએ. જેથી એમના બાળકો રેગ્યુલર સ્કુલમાં એડમીશન લઇને ભણી શકશે. કલબ દ્વારા આવા બાળકોને ચોપડા, કપડા, સ્વેટર, નાસ્તો પણ આપવામા આવે છે.
રોટે. રીંકલ ઠકકર દ્વારા નોટબુક તેમજ સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સેક્રેટરી રોટે. ડો. નિકેતા ઠક કર,રોટે. ડો. રીટા પટેલ, રોટે. ડો.વર્ષા પટેલ, રોટે. ડો.બીનલ માળી, રોટે. માનસી, રોટે. ડો. ધરતીએ હાજરી આપી હતી. નવા વર્ષમાં રોટરી ડીસા ડીવાઇનના નવનિયુક્ત પ્રેસિડન્ટ રોટે. ડો.અવની ઠકકર દ્વારા ૩ પ્રોજેકટ કરીને વર્ષની શાનદાર શરુઆત કરવામાં આવી હતી.