આગામી સમયમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી; બનાસકાંઠા જિલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળો ઉપર વરસાદ વરસી રહ્યો છે જેમાં શનિવારની વહેલી સવારે દાંતીવાડા ડીસા સહિતના પંથકોમાં વરસાદનું આગમન થયું હતું.
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા આગામી સમયમાં મોટાભાગના વિસ્તારો માં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શનિવાર ના સાંજના સમયે પણ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેમાં ભાભરમાં અડધો ઇંચ વરસાદ થવા પામ્યો હતો આ ઉપરાંત થરાદ અને લાખણી માં પણ વરસાદ થયો છે શુક્રવારે દાંતા વિસ્તારમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવા પામ્યો હતો.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતા આગામી સમયમાં વરસાદ જોર રહશે; બંગાળની ખાડીમાં સર્જાયેલ લોપ્રેસર ધીમી ગતિએ વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

