રાજ્યમાં પ્રસાર થયેલ વરસાદી સીસ્ટમ ના કારણે વરસાદનું પ્રમાણ યથાવત

રાજ્યમાં પ્રસાર થયેલ વરસાદી સીસ્ટમ ના કારણે વરસાદનું પ્રમાણ યથાવત

બનાસકાંઠા જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે શનિવારે બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં આવતા જતા કાળાડીબાંગ વાદળો વચ્ચે વરસાદ ના ઝાપટાઓ યથાવત રહેવા પામ્યા હતા આ ઉપરાંત વાતાવરણમાં ૧૧ કીમી ની ઝડપથી ફુંકાતા પવન અને વરસાદી માહોલ ને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે.

બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધનધોર વાદળ વચ્ચે સામાન્ય છાંટાઓ સાથે વરસાદ હાથ તાળી પણ આપતો રહ્યો છે જો કે હજુ વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ભારે બફારો અને ઉકળાટ જોવા મળતો હતો પરંતુ જિલ્લામાં શનિવારે દિવસ ભર દક્ષિણ પશ્ચિમ તરફ થી ૧૧ કિમી ના ઝડપે ફૂંકાયેલા પવનોના પગલે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી જેનાથી જિલ્લા વાસીઓને ગરમીથી મોટી રાહત થઇ છે પરંતુ દિવસભર વરસતા ઝરમર વરસાદના કારણે કાદવ કીચડ પણ થવા પામ્યું છે જેના કારણે લોકો પણ મુશ્કેલીઓ પડી રહીં છે.

આગામી સમયમાં વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ; છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં અનેક સ્થળો પર ભારે વરસાદ થતાં ભારે ખુવારી થવા પામી છે ત્યારે બંગાળની ખાડી વધુ એક સીસ્ટમ જનરેટર થતાં આગામી જુલાઇ ના પ્રથમ સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્ય પર ભારે વરસાદ ની શક્યતાઓ રહેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *