ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વિવિધ વરસાદી સિસ્ટમમાં ને લઇ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનેક સ્થળો પર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે દિવસ ભર પડતી ભાદરવા જેવી આકરી ગરમી વચ્ચે સાંજ ના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેને લઈને જિલ્લાના અનેક ભાગોમાં છૂટો છવાયો ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો છે મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદ નું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જોકે દીવસભર ભારે ઉકળાટ અને બફારા થી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા પરંતુ સાંજના સમયે આવેલા પલટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ઠંડક પ્રસરી હતી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ૧૮ ઓગસ્ટના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તે મુજબ જીલ્લા ના છુટાછવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ રહેલી છે જેથી જીલ્લામાં અનેક સ્થળો પર મધ્યમ થી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.


