દાંતીવાડા,પાંથાવાડા બાપલા, જેગોલ, ગુંદરી સહીતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
ખેતર તળાવો જળબંબાકાર બન્યા રાણીટુંકનું તળાવ પાણી થી છલકાયું; બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત દાંતીવાડા અને પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં વધુ પડતાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. દાંતીવાડા,પાંથાવાડા બાપલા, જેગોલ, ગુંદરી સહીતના વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેતર તળાવો અને રાણીટુંક નુ તળાવ પાણી થી છલકાયું હતું.

