રાજ્યભરમાં નશીલી દવાઓના વેચાણ સામે પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી છે. ત્યારે આજે પાલનપુર ખાતે પોલીસની ચાર ટીમો દ્વારા મેડિકલ સ્ટોર્સ સામે તવાઈ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાની બુમરાણ મચી હતી. ત્યારે રાજ્ય ના ડીજીપીના આદેશ મુજબ નારકોટિક્સ દવાઓના વેચાણ સામે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ત્યારે પાલનપુર ખાતે પાલનપુર શહેર પૂર્વ પોલીસે જલારામ મેડીકલમાં ડમી ગ્રાહક મોકલી પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેંચતા વેપારીના મેડિકલ સ્ટોર્સમાં રેડ કરી હતી. મેડિકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં પોલીસની જુદી જુદી 4 ટીમો દ્વારા વીસેક મેડિકલ સ્ટોર્સમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને રેડ કરી હતી. જેની તપાસ હાલમાં ચાલું હોવાનું મહિલા પી.આઈ. પી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું.
- July 9, 2025
0
414
Less than a minute
Tags:
You can share this post!
editor

