છાપી પોલીસે ૧૨૦૦ મીટર વાયર (કિંમત રૂ. ૪૮૦૦૦) નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી; વડગામ તાલુકાના ડાલવાણા ગામે થી મંગળવારે યુજીવીસીએલ ની ડેડ લાઈન ઉપર થી વીજ વાયર ની ચોરી કરનાર ચાર આરોપી ને છાપી પોલીસે ગુરુવારે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. વડગામ તાલુકાના ડાલવાણા ગામે આવેલ જુના ૧૧ કેવી સબસ્ટેશન ની ખેતીવાડી ફીડર ની બંધ લાઈન ઉપર થી કુલ ૧૨૦૦ મીટર એલ્યુમિનિયમ નો હેવી વાયર કિંમત રૂ. ૪૮ હજાર નો કટર દ્રારા કાપી કોઈ ચોર ઈસમો ચોરી જતા આ અંગે અજયસિંહ ભૂપતસિંહ સોલંકી નાયબ ઈજનેર વડગામ દ્રારા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, જયેશભાઇ તેમજ સુરેશભાઇ ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ચાર આરોપી ને ગણતરી ના કલાકો માં દબોચી વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ મુખ્ય સૂત્રધાર કે જે વીજ કંપની ની લાઈન બંધ હોવાનું જાણતો હોઈ તેને આ સમગ્ર ચોરી ને અંજામ આપ્યો હોવાંનું જાણવા મળે છે તેની પોલીસે અટકાયત કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ઝડપાયેલા આરોપીઓ ના નામ
(૧) શૈલેષ નટવરલાલ પટણી
(૨) લાલાભાઈ છનાભાઈ પટણી
(૩)અશોકભાઇ જ્યંતી પટણી
(૪)વિજય સોમાભાઈ પટણી તમામ રહે.લાલાપુરા તા. સિદ્ધપુર

