રાજ્યના નાગરિકોને અવરજવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ કાર્ય ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ પાલનપુર હસ્તકના થરાદ પેટા વિભાગ દ્વારા (એસ.એચ.) કક્ષાના ઢીમા-થરાદ માર્ગ પર પેચ વર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ પેચ વર્કના કામથી ઢીમા, થરાદ તથા આસપાસના ગામોના રહીશો તથા રોજિંદા મુસાફરોને ઘણો ફાયદો થશે અને સલામત મુસાફરીની સુવિધા મળી રહેશે…!
- July 16, 2025
0
297
Less than a minute
You can share this post!
editor

