પાટણ જિલ્લાના વારાહી ગામ અને આસપાસના વિસ્તારમાં યુજીવીસીએલે વીજ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન 20 ગાડીઓમાં કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 514 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 35 કેસોમાં વીજચોરી પકડાઈ હતી. વીજચોરીના આ કેસોમાં 11 મીટરધારકો અને 24 લોકો દ્વારા થાંભલા પરથી સીધા વાયર નાખીને વીજચોરી કરતા ઝડપાયા હતા. યુજીવીસીએલની ટીમે વીજચોરી કરનારાઓ પાસેથી કુલ રૂપિયા 9.52 લાખનો દંડ વસૂલ કર્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

- February 22, 2025
0 31 Less than a minute
You can share this post!
editor
Related Articles
લક્ઝરીમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી…
- February 21, 2025