પાટણ પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી ફરાર આરોપી ને ઝડપી તેની સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓની સુચના મુજબ તથા ના.પો.અધિ. મહેન્દ્રસિંહ.બી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો વચગાળાના તથા જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓ,કેદીઓને પકડવા સ્ટાફના માણસો સાથે પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે વારાહી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૪૦/૨૦૦૪ ઈ.પી.કો કલમ-૩૦૨ વિ. મુજબના કામના પાકા કેદી નં-ડ/૧૦૪૩૦ છેલ્લા પાંચ વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ કેદી રામજીભાઇ મોતીભાઇ ઠાકોર રહે.આંતરનેશ તા.સાંતલપુર, જી.પાટણ મુળ રહે.શમશેરપુરા તા.સમી, જી.પાટણવાળા નાસતા ફરતા હોઈ જેઓ પાટણ નવા બસસ્ટેશન ખાતે હાજર છે,
જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે સદર હકીકતવાળી જગ્યાએ જઈ ઉપરોક્ત નાસતા ફરતા આરોપીને પાટણ નવા બસસ્ટેશન મુકામેથી હસ્તગત કરી પ્રિઝન એક્ટની કલમ ૫૧(એ) મુજબ પાટણ પેરોલ ફર્લો સ્ક્વોડની ઓફિસ મુકામે અટક કરી આરોપીની આગળની કાર્યવાહી કરવા સારૂ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.