પાટણ જિલ્લામાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ કરતી પાટણ એલસીબી ટીમ

પાટણ જિલ્લામાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ કરતી પાટણ એલસીબી ટીમ

વિદેશી દારૂની બોટલ-ટીન નંગ ૬૪૮૦ કિ.રૂ.૪૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો; પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે. પોલીસ ઈન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફને બાતમી મળી હતી. રાજસ્થાનથી એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. ટ્રક નંબર RJ.19.GC.1465ને રોકીને તપાસ કરતા પ્લાયવુડના ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે 6480 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ દારૂની કિંમત ₹47,84,880 થાય છે.

પોલીસે ટ્રક ચાલક પારસરામ હિરારામ સુંડારામ બિશ્નોઈની ધરપકડ કરી છે. 44 વર્ષીય આરોપી જોધપુરના વિષ્ણુનગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે ટ્રક, સ્ક્રેપ, મોબાઈલ ફોન અને જીપીએસ સિસ્ટમ સહિત કુલ ₹59,10,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો ભાવનગરના એક અજાણ્યા વ્યક્તિએ મંગાવ્યો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના પપ્પૂરામ બિશ્નોઈએ આ જથ્થો મોકલ્યો હતો. બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *