પાટણ એલસીબી ટીમે ધારેવાડા ચેક પોસ્ટ નજીકથી રૂ.77.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પાટણ એલસીબી ટીમે ધારેવાડા ચેક પોસ્ટ નજીકથી રૂ.77.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પાટણ એલસીબી ટીમે ધારેવાડા ચેક પોસ્ટ નજીક થી જીલ્લાના ઇતિહાસનો સૌપ્રથમ રૂ.77.11 લાખ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક ઈસમની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જીલ્લામાં પ્રોહીની બદી નેસ્તનાબુદ કરવા પાટણ એલસીબી.પીઆઈ રાકેશ ઉનાગર સહિતની ટીમ પ્રયત્નશીલ બની ગતરોજ સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ હતા, દરમ્યાન બાતમી હકિકત મળતા પંજાબ રાજયમાં ઉત્પાદિત અને વેચાણ માટે બનેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-16427 કિ.રૂ.77,11,288 ના માતબર મુદામાલની કન્ટેનર ટ્રક નંબર-RJ-27-GB-9889 નીમાં બેસનના કટ્ટાની અંદર ભુસુ ભરી તેને કવરીંગ/આડ તરીકે રાખી તેની ખોટી બિલ્ટી બનાવી જે દારૂનો મુદામાલ તથા કન્ટેનર ટ્રક નંબર-RJ-27-GB-9889 કિ.25 લાખ  તથા બેસનના કટ્ટાઓ નંગ-684 કિ.રૂ.20 હજાર તથા મોબાઇલ  નંગ-1 કિ.રૂ.5 હજાર તથા રોકડ રૂ.2150 અને કન્ટેનર ટ્રકમાં ભરેલ બેસનના કટ્ટાઓ મળી કુલ રૂ.1,02,38, 438 નો મુદામાલ કબજે કરી સિધ્ધપુર પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

આ કેસમાં પકડાયેલ કાલુખાન સુગનેખાન ચોથાખાન જાતે.મીર (મુસ્લીમ) રહે.ફતેગઢ, મુસલમાનની વસ્તી તા.ફતેગઢ જિ.જેસલમેર રાજસ્થાન વાળાએ આ દારૂનો જથ્થો પંજાબ ખાતેથી ભરી સુરત ખાતે પહોચતો કરવાનો હોવાનું  જણાવ્યું હતું.તો ગુનામાં સંડોવાયેલ પ્રકાશપુરી સ્વામી (મહારાજ), રાજુરામ બિશ્નોઇ રહે.બાડમેર અને કન્ટેનર ટ્રક નંબર-RJ-27-GB-9889 ના માલિક હેમારામ મગનારામ પુનીયો કી ઢાણી, ગોમતેશ્વર હરખાલીતેમજ મુદામાલ મંગાવનાર સુરત ખાતેનો ઇસમ જેનું નામ જણાઇ આવેલ નથી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *