પાટણ એલસીબી પોલીસે આંતર રાજ્ય ઢોર ચોરી કરતી મુલતાની ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સક્રિય હતી. પાટણના એસપી વી.કે. નાઈની સૂચનાથી એલસીબીએ આ ગેંગને પકડવા વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. ગેંગના મુખ્ય સૂત્રધાર આરિફ ખ્યાલી મુલતાની, હારૂનભાઈ રજ્જાકભાઈ મુલતાની અને નથ્થે કાલુ મુલતાની છે. તેઓ એક રાતની 1500 રૂપિયાની મજૂરી પર માણસો રાખતા હતા.
ગેંગ પાસે બે પિકઅપ ડાલા અને એક ઝાયલો ગાડી હતી. તેઓ રાત્રે રેકી કરીને ઢોર ચોરી કરતા હતા. વિરોધનો સામનો કરવા ધોકા અને લોખંડની પાઇપ જેવા હથિયારો રાખતા હતા. ભેંસની ચોરી વખતે તેના મોઢે મોયડો બાંધી દેતા જેથી તે અવાજ ન કરી શકે. ચોરી કરેલી ભેંસોને શંકરભાઈ પરમારના તબેલામાં રાખવામાં આવતી અને કેટલીક ભેંસોને વિવિધ કતલખાનામાં વેચી દેવામાં આવતી હતી. પોલીસે આરોપીઓની BNSS કલમ-35(1)(ઈ) હેઠળ ધરપકડ કરી પાટણ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
પાટણ એલસીબી પોલીસે પાટણ.બનાસકાંઠા.મહેસાણા,ગાંધીનગર,સાબરકાંઠા જિલ્લાના 16 ગુના શોધ્યા હતા. આરોપીઓ ચાર કેટલા ગુના ની કબૂલાત કરી છે. આરોપી આરીફ ખ્યાલી મુલાખી મુલતાની સામે ગુજરાત ના જુદાજુદા જિલ્લામાં 32 ગુના નોંધાયેલ છે. આરોપી સાદીક સફિર મુલતાની 11 ગુના નોંધાયેલ છે અકીલ સાબિદ ચાંદલા મુલતાની સામે એક ગુનો નોંધાયેલ છે તો અસલમ સફીક ઇસ્માઇલ મુલાતની મુલતાની સામે બે ગુના નોંધાયેલ છે આરોપીને કોર્ટ માં રજુ કરી રિમાંડની માંગણી કરવામાં આવશે વધુ ગુના ની કલમો ઉમેરવામાં આવશે.