બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગ દર્શન હેઠળ જીલ્લામાં માર્ગ સલામતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ગાડીઓ નંબર પ્લેટ અને કાચ પર બ્લેક ફિલમ કરી ફરતા હોય છે. જે લોકોની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થાય છે. પરંતુ નવનિયુક્ત જીલ્લા પોલીસ વડાની કડક સુચના અનુસાર પાંથાવાડા અને દાંતીવાડા ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ઝુંબેશ અંતર્ગત વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નંબર પ્લેટ વગર અને કાળા કાચ વાળી ગાડીચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામા આવ્યો હતો. વિસ્તારમાં પોલીસે લાલ આંખ કરી કડક કાયૅવાહી કરતા કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

