પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. જેમાં 09 પરિવારના પાકા મકાનના દબાણ હટાવાયા હતા. ત્યારે બેઘર બનેલા પરિવારજનો ની વ્હારે ચડતા વિપક્ષ કોંગ્રેસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુરના ગણેશપરામાં તાજેતરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. જેમાં 09 પરિવારો ના ઘર પર બુલડોઝર ફરી વળતા બાળ બચ્ચાઓ અને ઘર વખરી સાથે પરિવારો બેઘર બન્યા હતા. છેલ્લા 50 વર્ષોથી વસવાટ કરતા પરિવારોનો માળો અચાનક વિખેરાઈ જતા સંવેદનશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ગતરોજ પાલિકાના બોર્ડમાં ગરીબોના દબાણો દૂર કરવાનો વિરોધ કરનાર વિપક્ષે ગણેશપુરામાં બેઘર લોકોની મુલાકાત લીધી હતી. પાલિકાના વિપક્ષના નેતા જાગૃતિબેન સોલંકીએ અને આશાબેન રાવલે કલેકટરને લેખિત પત્ર લખી બેઘર લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી. અને માંગણી નહિ સંતોષાય તો કોંગ્રેસ પીડિત પરિવારો સાથે આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

- March 29, 2025
0
74
Less than a minute
You can share this post!
editor