ચારેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની જિલ્લામાં દારૂની બદીને રોકવા માટે કડક કાર્યવાહીની સૂચનાને પગલે બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પાલનપુર ડોક્ટર હાઉસથી કોઝી તરફ આવતા રોડ ઉપર ચાર મહિલાઓને રોકી તેમની પૂછપરછ હાથ ધરી તેમની પાસે રહેલા થેલાની તલાશી લેતા આઠ થેલાઓમાંથી પરપ્રાંતિય દારૂની કુલ 339 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 70010/- ના મુદામાલ સાથે ચાર મહિલાઓ સુનિતાબેન ચંદ્રકાંતભાઈ ચુનારા, રંજનબેન ગીરીશભાઈ ચુનારા, રજનીબેન ચંદ્રકાંતભાઈ ચુનારા, ધર્મિષ્ઠાબેન ગૌતમભાઈ ચુનારા (તમામ રહે. કંટોડિયા વાસ બિગ બજારની સામે કાગડાપીઠ રાયપુર દરવાજા અમદાવાદ) ની અટકાયત કરી તેમના વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

