બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પગલે ફરી એક વાર વરસાદનું જોર વધશે; રાજ્યભર માં ફરી એકવાર ચોમાસાની સીઝન સક્રિય થઇ છે અને સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે ફરી ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇ છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે.
ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર, 26 જૂલાઇ થી 31 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે ત્યારે રાજ્યમાં 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર આજથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.


