બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં અફીણની ખેતી પકડાઈ છે. બનાસકાંઠા એસઓજીને મળેલી બાતમીના આધારે ખારીવેલી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મુકેશ બનાજી ઠાકોર અને વીરચંદ ભેમાભાઈ ઠાકોરના ખેતરમાંથી 4.317 કિલોગ્રામ અફીણ જપ્ત કર્યું છે. આરોપીઓએ વરિયાળી અને મકાઈના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હતું. પોલીસે અફીણ સહિત કુલ રૂપિયા 43,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- March 20, 2025
0
81
Less than a minute
You can share this post!
editor