લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો

લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો

લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો

લાખણાસર ખાતે આવેલ આસ્થા સ્થાનક હનુમાનજી દાદાના ધામે ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેળાની મોજ માણતા યુવાન હૈયાઓ હિલ્લોળે ચઢયા હતા.મેળામાં આવેલ લોકો શેરડીની સહિત વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરતાં નજરે પડયા હતા. જેથી મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ થવા પામ્યું હતું.

લોકમેળામાં ઉમટી પડેલ લોકોએ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો

દર વર્ષે દેવ દિવાળીના દિવસે લાખણાસર ગામે હનુમાનજીના મંદિર ખાતે ભારતીય લોકમેળો ભરાતો હોય છે તેને લઈ આ વર્ષે પણ મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉંટી પડતા મેળાનો માહોલ જામ્યો હતો આ અંગે ગામના સ્થાનિક યુવાનોના જણાવ્યા પ્રમાણે લાખણાસર ગ્રામજનો અને બજરંગ યુવક મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે લોકો મેળાના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતાં હોય છે.દર વર્ષે દેવ દિવાળીના પરંપરાગત લોક મેળો ભરાય છે મેળામાં શેરડી ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજન સાધનો સાથે શ્રુંગાર પ્રસાધનો અને ખાણીપીણીના સ્ટોલ લાગતા આજુબાજુની ગ્રામીણ પ્રજાજનો મોટી સંખ્યામાં મેળાને માણવા ઉમટી પડી હતી મેળા ને ધ્યાનમાં રાખી મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાંથાવાડા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

subscriber

Related Articles