બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયું

બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયું

બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને દૈનિક જરૂરિયાતો સહિત આવશ્યક ખાદ્યચીજો અને ઇંધણની અનધિકૃત સંગ્રહખોરી તથા જાહેર-વ્યવસ્થા ન ખોરવાય તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંગ્રહખોરી કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ(આઈ.એ.એસ.) દ્વારા પ્રસિધ્ધ કરાયું છે. બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ અને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ વ્યક્તિ, વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ અથવા વ્યાપારી સંસ્થાઓ આવશ્યક ચીજવસ્તુઓ, ચોખા, ઘઉં, કઠોળ, ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી, દૂધની બનાવટો, દવાઓ, પેટ્રોલ અને ડીઝલ સહિતની ઇંધણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ અથવા સંગ્રહખોરી સામે પ્રતિબંધ રહેશે. તમામ વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ તેમના વર્તમાન સ્ટોક જિલ્લા પુરવઠા અધિકારી,બનાસકાંઠાને જાહેર કરવાના રહેશે, નાગરિકો સંગ્રહખોરી, બ્લેક માર્કેટિંગ અથવા ભાવમાં ચાલાકીની કોઈપણ ઘટનાની જાણ જિલ્લા પુરવઠા અધિકારી, બનાસકાંઠાને કરી શકે છે. (આવશ્યક ચીજવસ્તુઓ/પેટ્રોલ/ડીઝલ/વગેરે માટે).

આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ ૦૯.૦૭.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરથી ઉપરનો દરજ્જો ધરાવનાર તમામ અધિકારીઓ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. ઉપરોકત મુજબનું કૃત્ય કરનારા ઈસમો સામે ઉપર મુજબનો કોઈપણ સામાન નિયમોનુસાર કબ્જે લઇ શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *