ડીસા તાલુકાના જાવલ ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે ગત મોડી રાત્રે જાવલ ગામે રહેતા ગણેશભાઈ પટેલ તાલેપુરા ગામે લગ્ન પ્રસંગ બાદ રાત્રિના સમયે પોતાના ઘરે ગયા હતા. જે દરમિયાન વહેલી સવારે પોતાના મૃતકના ભાઈ જાગીને ખેતરમાં જતા ખેતરમાં ખાટલા પર મૃત હાલતમાં ગણેશભાઈ પટેલની લાસ જોતા તેમના દ્વારા તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક ની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ન જેવી બાબતમાં લોકો આવેશમાં આવી જઈ મારામારી અને હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના આજે વહેલી સવારે ડીસા તાલુકાના જાવલ ગામમાં સામે આવી હતી. ડીસા તાલુકાના જાવલ ગામે રહેતા ગણેશભાઈ પટેલ ગઈકાલ રાત્રે પોતાના પરિવારમાં તાલેપુરા ગામ ખાતે લગ્ન પ્રસંગ હતો. જે દરમિયાન તાલેપુરા ગામે ગણેશભાઈ પટેલ ગયા હતા મોડી રાત સુધી લગ્ન પ્રસંગમાં રહ્યા બાદ ગણેશભાઈ પટેલ જાવલ ગામ ખાતે આવેલ પોતાના ખેતરે પરત ગયા હતા અને ખેતરમાં જઈ ખાટલા પર સુઈ ગયા હતા.
જે બાદ વહેલી સવારે ગણેશભાઈ પટેલના ભાઈ ઈશ્વરભાઈ પટેલ ગણેશભાઈ ના ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમને ખાટલામાં ગણેશભાઈને લોહી લુહાણ હાલતમાં જોયા હતા. જેથી ઇશ્વરભાઇ તાત્કાલિક ગણેશભાઈ ના ખાટલા પાસે પહોંચ્યા હતા. જ્યાં ગણેશભાઈ મૃત હાલતમાં જોવા મળ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તાત્કાલિક ગ્રામજનોને કરવામાં આવી હતી જેથી ગ્રામજનો પણ તાત્કાલિક ધોરણે ગણેશભાઈ પટેલના ખેતરે દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને કરી હતી બનાવની જાણ થતા જ ડીસા ડિવાઇસ પી સહિત પોલીસનો કાફલો જાવલ ગામે પહોંચ્યો હતો જ્યાં પોલીસ તપાસ દરમિયાન મૃતક ગણેશભાઈ ના ગળામાં તિક્ષણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાની ઘટના સામે આવી છે. અત્યારે પોલીસે મૃતક ગણેશભાઈ પટેલની લાસનો કબજો મેળવી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે અને આ હત્યા કોને કરી છે અને કયા કારણોસર કરે છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.