ડીસા નગરપાલિકાની નવી પહેલ; કચરાના સ્ટેન્ડ પોસ્ટને હટાવીને સુંદર સ્થળો અને સેલ્ફી પોઈન્ટ્સનું નિર્માણ

ડીસા નગરપાલિકાની નવી પહેલ; કચરાના સ્ટેન્ડ પોસ્ટને હટાવીને સુંદર સ્થળો અને સેલ્ફી પોઈન્ટ્સનું નિર્માણ

શહેરની શોભામાં પણ અભિવૃદ્ધિ; ડીસા નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના જે વિસ્તારોમાં કચરાના સ્ટેન્ડ પોસ્ટ હતા, તેવી ૧૦ થી વધુ જગ્યાઓને હવે સુંદર સ્થળો, સેલ્ફી પોઈન્ટ્સ અને સિનિયર સિટિઝન પાર્કમાં ફેરવવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની સુંદરતા વધારવાની સાથે સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જે જગ્યાએ લોકો કચરો ફેંકતા હતા, તે જગ્યાઓ પર હવે સુંદર વોલ પેઇન્ટિંગ્સ, બ્લોક પેવિંગ અને બેસવા માટે બાંકડા મૂકવામાં આવશે. આનાથી સિનિયર સિટિઝન્સ માટે આરામથી બેસી શકાય તેવી જગ્યાઓ ઉપલબ્ધ થશે.

આ નવા વિકસિત સ્થળોને યુવા પેઢીને આકર્ષવા માટે સેલ્ફી પોઈન્ટ્સ તરીકે પણ તૈયાર કરવામાં આવશે. આનાથી આ જગ્યાઓ યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે અને શહેરની સુંદરતામાં પણ વધારો થશે. આ પહેલ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું હતું કે, આ પગલાથી શહેરની સુંદરતામાં વધારો થશે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ પણ ફેલાશે. આ એક સકારાત્મક પરિવર્તન છે, જે ડીસાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *