નવી ભીલડી પ્રાથમીક શાળા બેટમાં ફેરવાઈ; ઠેર-ઠેર પાણી ભરાયા

નવી ભીલડી પ્રાથમીક શાળા બેટમાં ફેરવાઈ; ઠેર-ઠેર પાણી ભરાયા

શનિવારની રાત્રે પડેલ વરસાદના કારણે નવી ભીલડી માં ઠેર ઠેર પાણી ભરાયુ હતું. જેમાં ગોગા મઢ પ્રાથમીક શાળામાં કેડ સમા પાણી ભરાઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ડીસા પ્રાત અધિકારી નેહાબેન પંચાલએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ભારે વરસાદવાળા વિસ્તારોમાં નદી-નાળાઓના નજીક ન જવું. વીજળી પડવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં ન રહેવું. પવનની ઝડપને ધ્યાનમાં રાખીને નબળા માળખાઓથી દૂર રહેવું. ગુજરાતમાં વરસાદી માહોલને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહત સાથે સાવચેતી રાખવાની જરૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *