પાલનપુરમાં પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ એક્શન મોડમાં

પાલનપુરમાં પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ એક્શન મોડમાં

પાલિકા પ્રમુખ-સી.ઓ.એ પાણી પુરવઠાના કર્મીઓ સાથે યોજી બેઠક; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખે એક્શન મોડમાં આવી પાણી પુરવઠાના કર્મીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પાણી પુરવઠાના કર્મીઓના પ્રશ્નો સાંભળી શહેરમાં પીવાના પાણી ના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કડક સૂચના આપી હતી.

પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં શહેરમાં પીવાના પાણી મુદ્દે વધતી જતી ફરિયાદો વચ્ચે પાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ ડાયરેકટ પાણી પુરવઠાના કર્મીઓ સાથે બેઠક યોજી હતી. પાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ અને ચીફ ઓફિસર જીગર પટેલની ઉપસ્થિતિમાં પાણી પુરવઠાના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં શહેરમાં પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરી ફરિયાદો સાંભળી તેના ઉકેલ માટે કડક સૂચના આપી હતી. જોકે, આ બેઠકમાં પાણી પુરવઠા માં સમયસર ફરિયાદોનો નિકાલ ન થતા રોજનું બે લાખ લીટર પાણી વેડફાતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પાલિકા પ્રમુખ અને સી.ઓ.એ જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. બોર ઓપરેટરોની ફરીયાદો નો મહિને પણ ઉકેલ ન આવતો હોવાની રજૂઆતને લઈને પ્રમુખે સત્વરે પ્રમુખ સમક્ષ સીધી ફરિયાદ કરી લેખિત રજુઆત કરવા અને તેનો ત્વરિત નિકાલ લાવવાની સૂચના અપાઈ હતી. આજની બેઠકમાં પાણી પુરવઠા ના એન્જીનિયર, સુપરવાઇઝરો, બોર ઓપરેટરો સહિતના કર્મીઓ હાજર રહ્યા હતા.

આજની બેઠકમાં પાણી પુરવઠા ની મિટિંગમાં ખુદ પાણી પુરવઠા ચેરમેન ગેરહાજર જોવા મળ્યા હતા. જોકે, પાલિકા વર્તુળોમાં ચર્ચાસ્પદ બનેલી ચર્ચા મુજબ, સંગઠન દ્વારા પાણી પુરવઠા કમિટીના ચેરમેનની પાંખો કાપી નાખવામાં આવી છે. ચેરમેનની સહી કરવાની સત્તા છીનવાઈ લેવાઈ છે. તેઓને કમિટીમાં હાજર રહી હસ્તક્ષેપ ન કરવાની સૂચના અપાઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે સત્તા વગર ના પાણી પુરવઠા ચેરમેન મિટિંગ માં ગેરહાજર રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *