મૃતક પક્ષીઓની જીવદયા પ્રેમીઓએ અંતિમયાત્રા કાઢી લોકોમાં પક્ષીઓ પ્રત્યે કરૂણા ઉદભવે તેઓ પ્રયાસ કરાયો મૃતક પક્ષીઓને સરસ્વતી નદીના પટમાં અંતિમવિધિ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા પાટણ વન વિભાગ દ્વારા મકરસંક્રાંતિના પર્વને લઈને કરુણા અભિયાન અંતર્ગત પતંગ દોરીથી ધવાયેલા અબોલ પશુ-પક્ષીઓની સારવાર અર્થે શહેરના વિવિધ વિસ્તારોમાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. સારવાર કેન્દ્રોમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ દોરીથી ઈજાગ્રસ્ત બનેલા 80 થી વધુ વિવિધ પ્રજાતિના પક્ષીઓને સારવાર કેન્દ્રો ઉપર જીવ દયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.તો 30થી વધુ પક્ષીઓ ચાલુ સાલે ધારદાર દોરીનો ભોગ બની મૃત્યુ પામતા બુધવારના રોજ મૃતક પક્ષીઓની જીવદયા પ્રેમીઓએ અંતિમયાત્રા યોજી લોકોને જીવ દયા પ્રત્યે કરુણા ઉદ્ભવે તેઓ વિનમ્ર પ્રયાસ કરી મૃતક પક્ષીઓને સરસ્વતી નદીના પટમાં અંતિમવિધિ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.

- January 16, 2025
0 132 Less than a minute
You can share this post!
editor