કૈલાશ ટેકરીના પ્રાચીન શિવ મંદિરમાં મહા આરતીનું આયોજન

કૈલાશ ટેકરીના પ્રાચીન શિવ મંદિરમાં મહા આરતીનું આયોજન

આજે દેવ દિવાળી નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓની ભારી ભીડ જોવા મળી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના આજુબાજુ અનેકો નાના-મોટા મંદિરો આવેલા છે. અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી પર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં આજે દેવ દિવાળી નિમિત્તે શિવ મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાથે સાથે સાંજની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે કાર્તિકી પૂનમના રોજ કૈલાશ ટેકરીના શિવ મંદિરમાં પરંપરાગત અને વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે પણ આ શિવ મંદિરમાં મંદિરના પૂજારી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરને રંગબેરંગી રોશની સહિત દીવડાવો અને રંગોલીથી શણગારાયું
અંબાજીના પ્રાચીન શિવ મંદિરમા રંગબેરંગી લાઇટિંગ અને રોશની કરવામાં આવી હતી. અંબાજી નજીક નાની પહાડી ઉપર કૈલાશ ટેકરી શિવ મંદિર આવેલું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર આવે છે. દેવ દિવાળી એટલે દેવોની દિવાળી, આ દિવસે રંગબેરંગી લાઇટિંગ લગાવવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં દીવડાઓ લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે રંગબેરંગી રંગોળી પણ બનાવવામાં આવી હતી. દીપમાળા પ્રજ્વલિત કરીને દેવદિવાળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેલાશ ટેકરી મંદિરમાં સાંજની આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.

subscriber

Related Articles