થરાદના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મોસાળે મામાના રાધે ભગવાન જગન્નાથને આદેશ નગર ખાતે મુકવામાં આવ્યા હતા. અને આદેશ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 35)મી શોભાયાત્રા નીકળશે. જેમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા. જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડો.જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપુત,સુરેશભાઈ સોની,જયંતિ કાકા, ઠાકરશીભાઈ પ્રજાપતિ,જગદીશભાઈ ઓઝા સહિતના શ્રીરામ સેવા સમિતિના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- June 16, 2025
0
491
Less than a minute
You can share this post!
editor

