પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે સોમવારે બનેલી મોબાઈલ બ્લાસ્ટની ધટના માં ગામના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ મોબાઇલ બ્લાસ્ટની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે ઓગડનાથ મંદિર નજીક થી પોતાના એકટીવા પર કેરબા મા પેટ્રોલ લઈ ને જઈ રહેલા દેવેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલે પોતાના એકટીવા ને સાઈડમાં ઉભું રાખી એકટીવા પર બેસી મોબાઈલ પર વિડિકોલ કરતા અચાનક તેઓનો મોબાઈલ બ્લાસ્ટ એકટીવા પર રાખેલ પેટ્રોલ ભરેલો કેરબા ને કારણે આગ ભભુકી ઉઠતા દેવેનદ્ર ભાઈ મોઢા, હાથ અને શરીરના ભાગે ગંભીર રીતે દાઝ્યા હતાં.
આ ઘટનાની જાણ 108 ને થતા 108 ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ગંભીર રીતે દાઝેલ દેવેન્દ્રભાઇ નું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.તો બનાવને પગલે પોલીસે ધટના સ્થળે મૃતકની લાશનું પંચનામું કરી લાશને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરના બિલીયા ગામે મોબાઈલ બ્લાસ્ટમાં ગામના આશાસ્પદ યુવાન ના મોતને પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી.