તસ્કરો સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો; ડીસાના હાઇવે વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળના ભાગે આવેલ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં દુકાનનું સટર તોડી કરિયાણાનો સામાન અને રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઉનાળાની શરૂઆતના પગલે તસ્કરો સક્રિય બન્યા છે. જેમાં ડીસા ગાયત્રી મંદિર પાછળ આવેલ શોપિંગમાં ક્ષેત્રપાલ કરિયાણા સ્ટોરમાં ગત મોડી રાત્રે તસ્કરોએ દુકાનનું સટર ઊંચું કરી દુકાનમાં પડેલ તેલના ડબ્બા, કરિયાણાનો સામાન અને રોકડ મળી 50 હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા જતા દુકાનનું સટર ઊંચું જોવા મળેલ અને દુકાનમાં તપાસ કરતા દુકાનનો માલસામાન અને દુકાનના ગલ્લામાં પડેલ રોકડની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ બાબતે દુકાન માલિકે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને આસપાસના દુકાનોના સીસીટીવી ચેક કરતા તસ્કરો નજરે ચડ્યા હતા. ઉત્તર પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- February 20, 2025
0 72 Less than a minute
You can share this post!
editor