જામનગરમાં એલસીબી એ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી; 7 લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગરમાં એલસીબી એ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી; 7 લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગર; ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ શંકાસ્પદ સ્થાનો અને લોકોની હિલચાલ પર નજર રાખી રહી છે. દરમિયાન પોલીસને મોટી સફળતા મળી. જિલ્લામાંથી આજે ફરી એલસીબીની ટીમે નકલી દારુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો

એલસીબીએ બાતમીના આધારે મોડા ગામની સીમમાં દરોડો પાડ્યો. આ દરોડામાં 1056 નકલી દારૂના ચપલા સહિત રૂ.7.28 લાખનો મુદામાલ મળી આવ્યો. એલસીબીએ અચાનક ગામની સીમમાં દરોડા પાડતા નકલી દારુ બનાવનાર શખ્સ ફરાર થવામાં સફળતા ના મળી. એલસીબીએ સાત લાખથી વધુના મુદામાલ સાથે ફેકટરીમાં નકલી દારૂ બનાવનાર 6 લોકોની ધરપકડ કરી. જામનગર જિલ્લામાં અગાઉ પણ નકલી દારૂની ફેકટરીનો પર્દાફાશ થયો છે. કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પોલીસે પકડી પાડી હતી. જેમાં પોલીસ 800 લીટર સ્પિરિટ, 59 બોટલ અને કુલ રૂ. 8.23 લાખનો મુદામાલ જપ્ત કરી 3 લોકોની ધરપકડ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *