વોડૅ નં ૭ ના વોડૅ ઈન્સ્પેકટર ની દેખરેખ હેઠળ માગૅ ની ગંદકી ઉલેચી માગૅ ને સ્વચ્છ બનાવાયો; ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ શહેરમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની અષાઢી બીજ નિમિત્તેની નીકળનારી ૧૪૩ મી રથયાત્રાને લઈને રથયાત્રાના માર્ગો પર પાટણ નગરપાલિકા દ્વારા માર્ગોની સફાઈ સાથે રોડ પરના ખાડાઓનું પુરાણ કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે.
ગુરૂવારના રોજ જગન્નાથ ભગવાનની રથયાત્રાના વોડૅ નં ૭ માં આવતાં રૂટમાં જગન્નાથ મંદિર,અંબાજી ચોક, ભેંસાતવાડા,હિંગળાચાચર ચોક,મંછાકડિયા ની ખડકી,ઝવેરી વાડ,બારોટ નો કસારવાડો,યમુનાવાડી ,પીપળાગેટ પોલીસ ચોકી સુધીના માગૅની સફાઈ કામગીરી પાલિકાના સફાઈ કામદારો દ્વારા હાથ ધરવામાં આવી હતી. સફાઈ કમૅચારીઓએ રસ્તા માં પડેલ કાદવ – કચરો,માટી, ઇંટો,રોડા,પુયણી તથા બિન જરૂરી કાટમાળનો ઢગલો ટ્રેક્ટરમાં ભરાવી માગૅ ને સ્વચ્છ બનાવી રથયાત્રા દરમ્યાન કોઈ મુશ્કેલીઓ ઉભી ન થાય તે પ્રકારની કામગીરી કરી વોર્ડ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિની નિગરાની હેઠળ કામગીરી કરવામાં આવી હતી.