ભાભરમાંથી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડી ચોરીની ૮ રીક્ષાઓ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલાયો

ભાભરમાંથી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડી ચોરીની ૮ રીક્ષાઓ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદના સોલા અને સરખેજ સીએનજી રિક્ષા ચોરીનો ભેદ ભાભરમાં ઉકેલાયો

મુળ કાંકરેજના વડા ગામનો શખ્સ અમદાવાદ રહી રિક્ષાઓ ચોરી ભાભરમાં આપતો ઝડપાયો; ભાભર વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમી આધારે અમદાવાદ ના સોલા અને સરખેજ વિસ્તારમાંથી ચોરાયેલી ૮ સીએનજી રીક્ષાઓ ભાભર માંથી ઝડપી પાડી હતી. જેમાં કાંકરેજ તાલુકાના વડા ગામનો અને હાલમાં અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતા દિનેશ વાલ્મિકી ને રીક્ષા ચોરીમાં ઝડપી તેની એલસીબી પોલીસ દ્વારા કડકાઈ થી પુછપરછ કરતા ભાભર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૮ સીએનજી ચોરીની રિક્ષાઓનો ભેદ એલસીબી બનાસકાંઠા એ ઉકેલાયો છે. ચોરીની રીક્ષાઓ કબજે કરી પોલીસે કુલ રૂપિયા ૧૧.૬૧ લાખ નો મુદ્દામાલ કબજે કરીને ભાભર પોલીસ મથકે લાવી આરોપી સામે ફરીયાદ ફરીયાદ નોંધાવી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

સોલા અને સરખેજ માંથી ચોરાયેલી આઠ સીએનજી રિક્ષાનો ભેદ ઉકેલવા માટે એલસીબી પી.એસ.આઈ.પી.એલ.આહીર, એ.એસ.આઇ.પ્રધાનજી, એ.એસ.આઇ.વિજય બાબુલાલ,એ.સી.ભરતભાઇ મગનભાઈ,એ.સી.વિષ્નુભાઇ રાયમલભાઇ,એ.સી.કિસ્સમતજી નટવરજી,પી.સી.જયપાલસીહ વાધેલા, અશોકભાઇ હિરાભાઇ ચૌધરી, ધર્મેન્દ્રસીહ નાનુભા વાધેલા, આશીત કુમાર ચૌધરી દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવતા વાહન ચોરોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *