મહેસાણામાં દિવા’સ ટ્રસ્ટ દ્વારા શહેરના શારીરિક અને માનસિક વિકલાંગ બાળકો માટે પતંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Diva’s ટ્રસ્ટ દ્વારા મહેસાણા શહેર ના માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો સાથે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા શહેરના અનેક વિકલાંગ બાળકોએ હરખભેર ભાગ લઈ વિવિધ પ્રકારની પતંગો ઉડાવી આનંદ મેળવ્યો હતો. આ પ્રસંગે મહેસાણા શહેરની દિશા ડે સ્કૂલ, બહેરા મૂંગા બાળકોની શાળા, શિવગંગા વિદ્યાલયના બાળકો તથા ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોપાત પ્રવચન કર્યા બાદ વિકલાંગ બાળકોને પતંગો અને દોરીની ભેંત પણ આપવામાં આવી હતી. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન મહેસાણાના પ્રસિદ્ધ સમાજસેવી આસ્થા દવે ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા અને સુચારુ સંચાલન બદલ આસ્થા દવેએ ઉપસ્થિત સૌ મહાનુભાવુ, વિવિધ શાળાઓના વિકલાંગ બાળકો, શાળા સંચાલકો તેમજ શહેરીજનો અને ટિમનો આભાર વ્યક્ત કર્યો હતો.