સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 1નું મોત થયું છે. શ્યામનગર નજીક બાઈક-ST બસ વચ્ચે રાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતની ઘટનાથી પદયાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે એક એસટી બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે. શ્યામનગર નજીક એસટી બસ ચાલકે બાઈક પર જઈ રહેલા બે લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની ઘટનાથી પદયાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
- September 1, 2025
0
386
Less than a minute
You can share this post!
editor

