એક કાકા હતા. એમને ત્રણ છોકરીઓ. આ કાકાને છોકરો ન હતો. તેઓ રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે તેમને એક દીકરો હોય. રોજ ભગવાનને પ્રાર્થના કરતા. છેવટે એક દિવસ તેમના ઘરે એક છોકરાનો જન્મ થયો. ઘરમાં સૌ ખુશ હતાં. બધાં વિચારતાં હતાં કે તેનું નામ શું પાડવું! આમ વિચાર કરતાં કરતાં કૃષ્ણ ભગવાનને નામે એનું નામ કરસનદાસ પાળ્યું.
દિવસો પસાર થતા ગયા. કરસન મોટો થતો હતો. તે ભણવામાં હોંશિયાર હતો, એને આગળ ભણવું હતું. પણ! તેના માતા પિતા ગરીબ હોય એ ભણી શકે એમ ન હતો. આ કરશન ભણે એવો હોય તેના મામા અને મામી એને ભણવા લઈ ગયા. કરસનના મામા એને દિલ્હી લઈ ગયા. થોડો સમય કરશન એના મામાં પાસે રોકાયો ને એના મામાનું અવસાન થયું. હવે ઘર ચલાવવું કપરું હતું. કરસનના મામી બીજાના ઘરે કચરા પોતા અને સાફ સફાઈનું કામ કરતાં. કામ કરી એ કરશન ને ભણાવતાં હતા. કપરી સ્થિતિમાં મામીએ કરશન ને ભણાવ્યો. આમ ને આમ સમય પસાર થયો. કરશન હવે પરણવા જેટલો થયો. તેની લગ્નની ઉંમર થઈ. મામી એ તેના લગ્ન માટે છોકરી ગોતી અને તેમના લગ્ન નક્કી કર્યા. લગ્ન કરવાના હતા. સગાઈ કરી રાખી હતી પરંતુ કરશને જેની સાથે લગ્ન કર્યા હતા એ છોકરી ઉપર એક જાદુગરે જાદુ કર્યો હતો. આ જાદુગરની વાત કરસન અને તેના મામીને પડી. તેમને ખબર પડી એટલે તેમણે સગાઈ તોડી નાખી.
કરસન અને મોહિની; આ તરફ કરસનને આ વહુને મળવાની બહુ ઈચ્છા થતી. એક રાતે એ અંધારામાં એને શોધવા અને મળવા જઇ રહ્યો ત્યારે તે કૂવા પાસે ઊભેલી દેખાતી હતી. જ્યારે તેણે કરસનદાસ ને જોયો ત્યારે જોરથી હસતાં હસતાં કૂવામાં પડી ગઈ. તેને બચાવવા કરસનદાસ પણ કૂવામાં કૂદ્યો. કરસનદાસ તો કુવામાં પડ્યો. જેવો કૂવામાં પડ્યો એવું જ એને ઢીંચણ પર વાગ્યું. એને ઢીંચણ ઉપર કુવામાની સીડી વાગી. કરશનના ઢીંચણ ભાગી ગયા.આમ છતાં તેણે છેક કૂવામાં જઈ તેને શોધી. તે કૂવામાંથી ચીસ પાડવા લાગ્યો. એક નાનું છોકરુ કૂવા પાસેના ઘરની બહાર સૂતું હતું. તેને ચીઝ સંભળાયી અને તે કુવા પાસે ગયો તો કૂવામાંથી અવાજ આવતો હતો. આ છોકરો કે અરે રે..અહીં ભૂત છે .ભૂત છે એમ બોલતો જાય અને ચીસો પાડતો જાય. એ રાડો પાડવા લાગ્યો. ‘મમ્મી ભૂત આવ્યું ભૂત આવ્યું ‘ ધીરે ધીરે બીજા બધા બહાર આવ્યા. કૂવામાં કોણ છે તે જાણવા એક દીવાને દોરી વડે બાંધી કૂવામાં અંદર ઉતર્યો.
દીવના અજવાળામાં જોયું તો પછી ખબર પડી કે કૂવામાં કરસન અને એની સગાઈ કરવાની હતી તે છોકરી હતી. આ છોકરીનું નામ મોહિની હતું. બધાં ને કૂવામાંથી બહાર કાઢ્યા. સવાર પડી. કરસનદાસ પગ પર પાટો બાંધી ખાટલા પર બેઠો હતો. અહીં બધાં વાતો કરતા હતા. કરશનની સગાઈ તોડી તો પણ, આ મોહિની પાછળ આવ્યો. આ આવ્યો એને પગ તોડીને બેઠો. આ તરફ મોહિની આકાશમાં જોઈને બેઠી હતી. એને જે જાદુગરે ગુલામ બનાવી હતી એ જાદુગર પણ અહીં આવી ગયો. કોઈ એને ઓળખાતું ન હતું. આ તરફ આસપાસ બેઠેલ સૌની વાતો સાંભળી કરશન ગુસ્સે થઈ ગયો. કરસનને ગુસ્સો આવ્યો. તેણે એક લાકડું લીધું અને વધારે બોલતા એક ડોસાના માથામાં માર્યું. જોરથી માથામાં વાગ્યું. આ સમયે આ ડોસો માથું પકડી તરફળિયા મારવા લાગ્યો. જેમ જેમ આ ડોસાના માથામાંથી લોહી નીકળતું ગયું એમ એમ આ ડોસાનો ચહેરો બદલાતો ગયો. છેવટે ડોસાનું મોઢું જાદુગર જેવું થઈ ગયું. આ જાદુગરે મોહિનીને માટે આવું કર્યું હતું. ડોસો મરી ગયો.
મોહિનીમાંથી જાદુ દૂર થયો.એકાદ દિવસ તેઓ રોકાયા. કરસન એની વહુને લઈને એમનાં મામીને ઘરે લઈ ગયો. મામીએ ગામમાંથી પૂજારી બોલાવ્યા. કરશન અને મોહિનીનું લગ્ન કરાવ્યું. કરશન અને એની વહુ એક સાથે રહેવા લાગ્યા. થોડા દિવસમાં એમના ઘરે દીકરીનો જન્મ થયો. બધાએ ખાધું,પીધું ને રાજ કર્યું.
વિરાજ મનોજભાઈ રાઠોડ
ધોરણ: પાંચ
કોલોની પ્રાથમિક શાળા.
ડીસા. બનાસકાંઠા.