શેહેરીજનોનો જીવ જોખમાય તો જવાબદાર કોણ; મહેસાણા શહેરમાં જ્યારથી મહાનગરપાલિકા લાગુ થઈ છે ત્યારથી કોઈકને કોઈ બાબતે મહાનગરપાલિકા સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી છે. શરૂઆતમાં મહાનગરપાલિકાના કમિશ્નરની કામગીરી સાંભળતાની સાથે જ ફૂલ એક્શન મોડમાં ધડાધડ નિર્ણયો લેતા મનપા કમિશ્નર રવિન્દ્ર ખટાલે હવે સ્લોમોશન બની ગયા હોય તેમ જમાઈ આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસને વેગવંતો કરવાના ઉદ્દેશ્યને સાકાર કરવામાં કમિશ્નર દ્વારા ક્યાંક અવળો વિકાસ થઈ ગયો છે અથવા તો પછી કોઈ રાજકીય નેતાના દબાણ હેઠળ મનપા કમિશ્નર સ્લોમોશમમાં આવી ગયા છે??
શહેરીજનો સામે તેમની સુરક્ષાને લઈને સારી કામગીરીનો દેખાવ કરવાના ઇરાદે મનપા દ્વારા ઢોર પકડ પાર્ટીને દોડાવવામાં આવે છે. બે ચાર રખડતા ઢોર પકડીને શહેરીજનોને મૂર્ખ બનાવવામાં માહિર મનપા અધિકારીઓએ ઢોર મુક્ત શહેર બનાવવા માટે શું અને કેટલા કાયદેસરના પગલાં લીધા છે તે શહેરીજનો વચ્ચે જાહેર કરવું જોઈએ. શહેરમાં આવતા જતાં લોકોને પોતાનો જીવ બચાવીને ઢોરોથી સાચવીને ચાલવું પડે છે. આવામાં જો અગર કોઈનો જીવ જોખમાય તો તેના માટે જવાંદર કોણ મનપાના અધિકારીઓ કે પછી કોઈ નેતા??? મહેસાણા મનપા દ્વારા અત્યાર સુધીમાં કેટલા ઢોર પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે??
કેટલા ઢોર માલિકો સામે કડકાઈ પૂર્વક દંડનીય પગલાં લેવામાં આવ્યા છે?? કેટલા ઢોર માલિકોને ખાનગી રાહે પકડેલા ઢોર પરત કરી દેવામાં આવ્યા છે??? તેવા સવાલો હવે જાહેર જનતાના મોઢે સરાજાહેર સાંભળવા મળી રહ્યા છે પરંતુ જાડી ચામડીના મનપા અધિકારીઓને આ બધું નથી દેખાતું.
જોકે મહેસાણા મહાનગરપાલિકામાં ઢોર મુક્ત શહેર બનાવવાના હાઈકોર્ટના હુકમનો માત્ર દેખાવ પૂરતો અમલ કરવામાં આવી રહ્યો છે, ફક્ત કાગળ પર જ ઢોર મુક્ત શહેર કર્યું હોવાનું બતાવવામાં આવે છે બાકી ધરાતલ પર વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. મહાનગરપાલિકા વિરુદ્ધ જો કોઈ પીઆઈએલ દાખલ કરવામાં આવે તો મહેસાણા મનપાની ઘણી બધી હકીકત અને સચ્ચાઈ સામે આવી શકે.


