મહેસાણા-અમદાવાદમાં ભારતીય વાયુસેનાનો રોમાંચક એર શો યોજાશે

મહેસાણા-અમદાવાદમાં ભારતીય વાયુસેનાનો રોમાંચક એર શો યોજાશે

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા આ વર્ષે દિવાળી પછી ગુજરાતના આકાશમાં અદભુત કરતબોનું પ્રદર્શન થવાનું છે. 24 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા અને 26 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદમાં આ એર શો યોજાશે, જેમાં SKATના નવ હોક Mk132 વિમાનો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલધડક સ્ટંટ રજૂ થશે. મહેસાણા ખાતે શોનું આયોજન મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા  રક્ષામંત્રીને લખાયેલા પત્રના પરિણામે થયું છે, જેમાં તેમણે 2 એપ્રિલ, 2025ના રોજ આવો શો યોજવાની માંગણી કરી હતી. આ શોમાં હવામાં ચોકસાઈ અને શિસ્ત સાથેનું રોમાંચક પ્રદર્શન જોવા મળશે.

1996માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે “સર્વદા સર્વોત્તમ”ના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. આ ટીમે ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEમાં 700થી વધુ પ્રદર્શનો કર્યા છે. પાયલટ્સ 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરે છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં યોજાયેલા એર શોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આગામી શોમાં પણ SKAT ગુજરાતના લોકોને રોમાંચ અને ગર્વનો અનુભવ કરાવશે. આ શો નાગરિકો માટે ખુલ્લો હશે, અને દર્શકોને આ અનોખા અનુભવનો ભાગ બનવા આમંત્રણ છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *