પાટણમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સિદ્ધપુરમાં પોલીસના સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો. પાટણ માં થર્ટી ફસ્ટ ની ઉજવણી ને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સિદ્ધપુર માં પોલીસના સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં પ્રતિબંધિત દારૂનું ધૂમ વેચાણ થવાની આશંકાએ પોલીસે તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
પોલીસને શંકા પડતા ઇસમોની તલાસી લેવામાં આવી. અને આ તલાસીમાં પોલીસને બે ઇસમો પાસેથી 5 કિલોથી વધુનો ગાંજો મળ્યો. પોલીસે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી. બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,11,590નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતાં તેમના નામ વિપુલ લક્ષ્મણ પારધી અને રામુ મોટારામ હોવાનું સામે આવ્યું. બંને આરોપીઓએ કબૂલાત કરી કે ગાંજાનો જથ્થો સિધ્ધપુરના મહંમદ છુવાળાએ મંગાવ્યો હતો. આ હકીકત સામે આવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.