પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો રોકાણની લાલચ આપી ફ્રોડ કરતો

ટેલિગ્રામ ટાસ્કના બિઝનેશમાં રોકાણની લાલચ આપી ફ્રોડ કરતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદીના મોબાઈ ઉપર એક અજાણ્યા મોબાઇલ ઉપરથી ફોન આવ્યો હતો અને તેની સાથે ટેલીગ્રામમાં ટાસ્ક પુરો કરવાની વોટ્સએપથી વાતચીત કરી હતી. અને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરાવી મોટી રકમનું કમીશન કમાવવાની લાલચ આપી હતી જેના વિશ્વાસમાં આવી ફરીયાદીએ રૂા.33,23,379 ના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ, યુપીઆઈ, નેટ બેન્કીંગથી ટ્રાન્સફર કરાવી તેમાંથી ફરીયાદીને વિશ્વાસ કેળવવા રૂા.14961 પરત આપ્યા હતા અને બાકીના કુલ રૂા.33,08,418 નું ઓનલાઈન સાયબર ફ્રોડ કર્યું હતું જે અંગેની ફરીયાદ ફરીયાદીએ પાટણ સાયબર સેલમાં નોંધાવી હતી.

ટેલિગ્રામ ટાસ્કના બિઝનેશમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી રૂા.33,08,418 નું સાયબર ફોડ કરનાર મહાઠગ અજય આનંદભાઈ ઇટાલિયા (હાલ રહે. સુરત)ને પાટણ સાયબર સેલની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ મહાઠગ વિરુધ્ધ અગાઉ સુરત અને જુનાગઢ ખાતે પણ આ પ્રકારના ત્રણ જેટલા ગુના નોંધાયાનું પ્રકાશમાં આવ્યું છે.

પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનીકલ મદદ તેમજ હ્યુમન રીસોર્સની મદદ લઈ આરોપી અજય આનંદભાઈ ઇટાલિયા (ઉ.વ.36 ) હાલ રહે. એ- 301, પંચતત્વ રેસીડન્સી નંદ ચોક પાસે, મોટા વરાછા, સુરત, મુળ રહે. પાંચ પીપળા, તા.તળાજા, જી.ભાવનગરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

subscriber

Related Articles