હિંમતનગરમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજાઈ હતી. પ્રાથમિક મતદારયાદી 16 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસિદ્ધ થવાની છે, તે પૂર્વે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.આ બેઠકમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગવાર તૈયાર કરાયેલી Absent, Shifted, Death, Duplicate (A/S/D/D) મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી.
આ યાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ પ્રાથમિક મતદારયાદીમાંથી કમી થનાર છે. BLO દ્વારા તેમના મતદાન મથકના BLAને પણ આ અંગેની યાદી આપવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી.મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય. આ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સહયોગ મળે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

