હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે; બંગાળની ખાડી પર સર્જાયેલી નવી સિસ્ટમ આગળ વધતાં આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના ઉત્તર મધ્ય અને દક્ષિણ ભાગમાં વરસાદ નું જોર વધવાની શક્યતાઓ રહેલી છે જેમાં ગુરુવારના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થયો છે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
વરસાદની બની રહેલી ઉપરાઉપરી સિસ્ટમોના પગલે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છુટાછવાયા વરસાદ વરસી રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગત મોડી રાતે અમીરગઢ વિસ્તારોમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બાકીના અન્ય વિસ્તારોમાં વરસાદ થયો નથી અને દિવસ દરમિયાન ઉઘાડ નીકળ્યો હતો પરંતુ ફરી એકવાર વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં પણ છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે જેને લઇ ગુરૂવારના મોડી સાંજે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
જિલ્લાના કેટલાક ભાગોમાં ઉઘાડ નીકળ્યા બાદ ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતાઓ; બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કેટલા દિવસોથી દિવસ દરમિયાન ઉઘાડ નીકળતા ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત બન્યા હતા ત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમના પગલે 30 ઓગસ્ટ થી 7 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જામવાની શક્યતાઓ રહેલી છે જેમા કેટલાક દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પણ વરસી શકે છે.
દાંતીવાડાના ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ; બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન દાંતીવાડા ડેમના ઉપરવાસમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સારા વરસાદના કારણે મોટી આવક નોંધાઈ છે જેમાં ગુરૂવારના સાંજના છ કલાક દરમિયાન 1853 કયુસેક પાણીની આવક સાથે દાંતીવાડા ડેમ 44.71 ટકા જેટલો ભરાયો છે.

