સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતી ચાઇનીઝ દોરી ૭૨૦૦૦ ના મુદામાલ સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચ્યા

સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતી ચાઇનીઝ દોરી ૭૨૦૦૦ ના મુદામાલ સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચ્યા

મકરસંક્રાંતિ ના તહેવારને અનુલક્ષીને ચાઈનીઝ દોરી ના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પાટણ જિલ્લાના હારીજ પંથકમાં સ્વીફ્ટ ગાડીમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી થતી હોવાની મળેલી બાતમીના આધારે હારીજ પોલીસે તપાસ હાથ ધરી મળેલ હકીકત મુજબની સ્વીફટ કાર નજરે ચડતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડી માથી ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ-૧૪૪ રૂા. ૭૨૦૦૦ સહિત સ્વીફટ કાર સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સમી રોડ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જી.જે.૨૪.એ.યુ.૦૩ર૬નો છે તે હારીજ તરફ આવે છે જેની અંદર પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ્સથી બનેલ ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) વેચાણ સારૂ ભરેલ છે તે હકીકત આધારે હારીજ હાઇવે ચાર રસ્તા આગળ વોચ તપાસમા રહી હકીકત (ચાઇનીઝ) દોરાની ફીરકીઓના ફીરકી નંગ-૧ ની કી રૂા.૫૦૦/- લેખે કુલ-૧૪૪ ફીરકીની કુલ કિ મુજબની ગાડીમાંથી નાયલોન એક ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૪૪ મળી આવેલ જે .રૂા.૭૨૦૦૦ તથા સ્વીફ્ટ ગાડી કીમત રૂ.૩,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૦૩ રૂ.-૪૦,૦૦૦ મળી કુલ રૂ.૪,૧૨,૦૦૦ના મુદામાલ સાથે કૃણાલસિંહ બબાજી વાઘેલા રહે-જમણપુર તા-હારીજ જી-પાટણ અને જશવંતસિંહ હેતુભા વાઘેલા રહે-જમણપુર તા-હારીજ જી-પાટણ ને ઝડપી જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણના જાહેરનામાં ભંગ બદલ હારીજ પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ ૨૩,૫૪ તથા એમ.વી. એક્ટ કલમ ૩,૧૮૧ મુજબ ગુનો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *